સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામા આવે છે. આજે યુગ પુરુષ સ્વામિ વિવેકાનંદની મી જ્મજયંતિ નિમિતે ભારત વિકાસ પરિષદ - ભૃગુભૂમિ શાખા, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ભરૂચ અને ચેનલ નર્મદા દ્વારા ભરૂચના શકિતનાથ નજીક સ્ટેચ્યુ પાર્ક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ,વક્તા દિગ્વિજય રાણા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનું ઉપસ્થિત આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દુષ્યંતભાઈ પટેલ, મુખ્ય વક્તા દિગ્વિજય રાણા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, હરીશ જોષી સહિત ના ઉપસ્થિતો દ્વારા સ્ટેચ્યુ પાર્ક સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.
આ પ્રસંગે કોલેજની છાત્રાઓ દ્વારા વિવેકાનંદજીના જીવન કવન અને વિચારો ને ઉજાગર કરતા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા, તો કાર્યક્રમના મુખ્ય વકતા દિગ્વિજય રાણા દ્વારા રાષ્ટ્રીય ઘડતરના ઉદઘાટા સ્વામી વિવકાનંદજી વિષય પર અસરકારક વક્તવ્ય રજૂ કરાયું.
કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ મંત્રી કનુભાઈ ભરવાડ, મહેશ ઠાકર, સુનીલ ઉપાધ્યાય,નીરવ પટેલ, નારાયણ વિદ્યાલય તથા શ્રવણ વિદ્યા ધામ ના શિશકો સહીત ચેનલ નર્મદાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.