તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ફ્રાઈડે:આજરોજ ગુડ ફ્રાઈડે નિમિત્તે ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું

ભરૂચ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજથી ત્રીજા દિવસે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઈસ્ટર ડેની ઉજવણી કરાશે

ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે. ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખ્રિસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.

ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે. ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે. વિશ્વને પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન ઇસુ ખ્રિસ્તને ગુડ ફ્રાઈડેનાં રોજ વધ સ્તંભ પર ચઢાવી દેવામાં આવ્યા હતા ત્યારે આજના દિવસે ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજના સભ્યોએ દેવળોમાં જઈ વિશેષ પ્રાર્થના સભા કરી હતી અને ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કર્યું હતું. આજથી ત્રીજા દિવસે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઈસ્ટર ડેની ઉજવણી કરાશે. આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તનો પુનર્જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો