• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Special Center Has Been Set Up At Rotary Club Of Bharuch For The Treatment Of Injured Birds On The Occasion Of Uttarayan Festival.

કરુણા અભિયાન:ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ખાસ સેન્ટર ઉભું કરવામાં આવ્યું

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ, જીવદયા પ્રેમીઓ, તબીબો તથા રોટરી કલબના સભ્યો દ્વારા સેન્ટર ઉભું કરવામાં આવ્યું

ઉત્તરાયણ પર્વએ ધારદાર દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. ખુલ્લા આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ક્યારેક ધારદાર દોરી પ્રાણઘાતક પણ સાબિત થાય છે. ત્યારે આજે ગુરૂવારના રોજ ઘાયલ પક્ષીઓને બચાવવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ખાસ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. વન વિભાગ, જીવદયા પ્રેમીઓ, તબીબો તથા રોટરી કલબના સભ્યો દ્વારા આ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. અને પક્ષીઓ માટે ઓપરેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવીલ ક્લબ ઓફ અંકલેશ્વર, એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આજના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ સારવાર કેન્દ્ર પર કરવામાં આવશે. તેમજ કોઈ પણ જગ્યા પર પક્ષી ઘાયલ થયાની જાણ કોઇને પણ થાય તો આ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...