મતદાન જાગૃતિ:જંબુસર બાયપાસ ચોકડી પાસે 'અવસર' કેમ્પેઈન અંતર્ગત સિગ્નેચર અભિયાન હાથ ધરાયું

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત “અવસર” કેમ્પેઇન તેમજ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભરૂચ જિલ્લો પણ આ શુભ “અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે રંગાયો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચમાં સ્વીપ નોડલ અધિકારી ડૉ. દિવ્યેશ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેનાં થકી સામાન્ય નાગરિકોને લોકશાહીનાં મહાપર્વમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ લોકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, જંબુસર બાયપાસ ચોકડી ભરૂચ ખાતે જબુંસરની ઈલેકટોરલ લીટરસી કલબ કલબ મુન્સી (મનુબરવાલા) મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં શાળાનાં 200થી પણ વધુ વિધાર્થીઓ જોડાયા હતા. વધુમાં,ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને પોતાનો કિમતી મત આપીને પવિત્ર ફરજ બજાવવા માટે પણ અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, જંબુસરની મુન્શી સ્કૂલ દ્રારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જંબુસર બાયપાસથી મોહમ્મદપુરા સુધી યોજવામાં આવી હતી. રેલીમાં ITIના વિદ્યાર્થીઓ, ડોક્ટરો તેમજ સામાન્ય નાગરિકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડ્યા હતા. આ અવસરે મતદાન જાગૃતિ માટે સીગ્નેચર કેમ્પેઈન, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રેલી સહિતનાં કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...