ધિંગાણું:પાંજરોલી ગામે પોલીસમાં ફરિયાદ કરવાના મુદ્દે બે પક્ષ વચ્ચે ધિંગાણું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા યુવાનોને પણ માર્યા

હાંસોટના પાંજરોલી ગામે બે યુવાનો વચ્ચે થયેલી તકરારમાં એક પક્ષે પોલીસમાં અરજી રૂપે ફરિયાદ કરી હતી. જેની રીસ રાખી બે પક્ષના લોકો બાખડ્યાં હતાં. દરમિયાનમાં તેમને છોડાવવા પડેલાં બે યુવાનો પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે પોલીસે બે પક્ષની ફરિયાદ નોંધી હતી. હાંસોટ તાલુકાના પાંજરોલી ગામે ટેકરી ફળિયામાં રહેતાં સુરેશ રમેશ વસાવા તેમના મામાના પુત્રી વિપુલ તેમજ ભાઇ સંજય અને પિતા સાથે નાળા પર બેઠાં હતાં. તે વેળાં ગામના જ કાંતિ ખુલાશ આહિર, પ્રવિણ મેલજી વસાવા અને નિર્મલ ગોમાન વસાવા ત્યાં આવી પહોંચ્યો હતો.

તેમણે તમે ખોટી ખોટી ફરિયાદ કેમ કરો છો કહીં ત્રણેયે તેમના પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. લાકડીનો પાટો મારતાં સુરેશને ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલ હાંસોટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ઘટનામાં ધવલ વસાવાએ ફરિયાદ આપી હતી કે, તે તેના મિત્ર સંજય વસાવા નાળા પર બેઠાં હતાં. તે વેળાં સંજય વસાવા, સુરેશ વસાવા, રમેશ વસાવા પણ ત્યાં બેઠાં હતાં.

તે વેળાં ગામના કાંતી ખુશાલ આહિર, પ્રવીણ મેલજી વસાવા અને નિર્મલ મેલજી વસાવાએ ત્યાં આવી તમે ખોટી પોલીસ ફરિયાદ કેમ કરો છો તેમ કહીં તેમની સાથે ઝડઘો કરતાં હોઇ તેમને છોડાવવા પડતાં સંજય તેમજ સુરેશે તમે અમારી વચ્ચે કેમ આવ્યાં કહીં તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી ધવલ વસાવાએ સંજય રમેશ વસાવા, સુરેશ રમેશ વસાવા તેમજ રમેશ માનસિંગ વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...