ગઠિયો ધોળા દિવસે કળા કરી ગયો:ભરૂચ રેલવે સ્ટેશન પર મંથલી પાસ કઢાવવા લાઈનમાં ઉભેલા વૈજ્ઞાનિકનો 85 હજારનો મોબાઈલ ચોરાયો

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસે મંથલી પાસ કઢાવવા લાઈનમાં ઉભેલા વૈજ્ઞાનિકના 85 હજારના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો.

વૈજ્ઞાનિક પાસ રીન્યુ કરાવા લાઈનમાં ઉભા હતા
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા કિશોર વીરજીભાઈ વાડોદરિયા ભરૂચના મકતમપુર સ્થિત એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે નોકરી કરે છે. જેઓ સુરતથી ભરૂચ ટ્રેનમાં અપડાઉન કરે છે. જેઓનો રેલવેનો મંથલી પાસ રીન્યુ કરવાનો હોવાથી તેઓ ગતરોજ સાંજે ભરૂચ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસે મંથલી પાસ રીન્યુ કરાવવા લાઈનમાં ઉભા હતા. તે દરમિયાન અજાણ્યો ઇસમ તેઓની નજર ચૂકવી તેઓના ઉપરના ખિસ્સામાં રાખેલો 85 હજારના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ ચોરી અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...