આકસ્મિક ચેકીંગ:અંકલેશ્વરના અંદાડામાં સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી તેમજ પુરવઠા વિભાગની ટીમે રેડ કરી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું
  • કસુરવાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે થતુ હોવાની વિગતો અંકલેશ્વરના પ્રાંત અધિકારીને થતા તેઓએ પુરવઠા વિભાગની ટીમ સાથે રેડ કરી હતી. જેમાં સરકારી અનાજના જથ્થામાં ક્ષતિ જણાય હતી. સરકારી અનાજની ફક્ત 2 ગુણ જ બચી હતી બાકી બધુ જ સરકારી અનાજ દુકાનદારે બારોબાર સગેવગે કરી વેચી માર્યું હતું.

અંકલેશ્વરના અંદાડામાં આવેલી સરકારી અનાજની દુકાનના સંચાલક જંકેશ મોદી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું ગરીબોને મળતા મફત સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે વેચી કાઢતો હોવાની શક્યતા સેવાઈ રહી હતી. જેથી પ્રાંત અધિકારી સહિત મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જંકેશ મોદીને ત્યાં મફત સરકારી અનાજના જથ્થામાં ક્ષતિ જણાય હતી. જોકે, રેડની જાણ દુકાનદાર જંકેશ મોદીને અગાઉથી થઈ જતા તે ભૂગર્ભમાં ભરાઈ ગયો હતો.

પ્રાંત અધિકારી સહિતનો કાફલો લગભગ 4 કલાક તેની દુકાને રાહ જોઈ બેઠા હતા. ત્યારબાદ દુકાનદાર જંકેશ મોદી આવતા તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. સરકારી અનાજની ફક્ત 2 ગુણ જ બચી હતી બાકી બધુ જ સરકારી અનાજ દુકાનદારે બારોબાર સગેવગે કરી વેચી માર્યું હતું. જેથી કસુરવાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

SDMએ તાપી જિલ્લામાં પણ 15થી વધુ રેશનિંગ દુકાન ના લાઇસન્સ રદ કર્યા હતા
અંકલેશ્વર એસડીએમ નૈતીકા પટેલ દ્વારા આગવ તાપી જિલ્લામાં પોસ્ટીંગ હતું તે દરમિયાન પણ તેવો દવર 15થી વધુ રેશનિંગ દુકાન ધારકોને ત્યાં દરોડા પાડ્યા હતા અને તેમની અન્ન સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં પણ 15 દુકાનદારોના પરવાના રદ કરવામાં આવ્યા હતા.

અંદાજિત 700 કટુંબોને મળવા પાત્ર રાશનનો જથ્થો હતો
પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત તારીખ 13મી એપ્રિલથી અનાજનું વિતરણ શરૂ કરવાનું હતું જો કે એ પૂર્વે જ દુકાન સંચાલકે તેની 2 દુકાનમાંથી આશરે 14થી 15 હજાર કિલો જેટલો અનાજનો જથ્થો બારોબાર વેચી દીધો હતો. બંને રેશનિંગ દુકાન મળી અંદાજિત 700થી વધુ પરિવારને આપવા માટેનો અન્નનો જથ્થો સરકાર તરફથી ફાળવવામાં આવ્યો હતો. જે ત્યાં મળી નથી આવ્યો અને માત્ર 100 કિલો ચોખાજ મળ્યા છે. આ અંગે જિલ્લા કલેકટર અને ડીએસઓ ને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. - નૈતીકા પટેલ , એસ.ડી.એમ અંકલેશ્વર.

અન્ન કાંડમાં દુકાનદાર પરવાનો રદ થવાની સાથે પોલીસ ફરિયાદની કવાયત
અંકલેશ્વરમાં રેશનિંગ દુકાનદારના અન્નનો જથ્થો સગેવગે કરનાર દુકાનદારની રેશનિંગ દુકાનનો પરવાનો રદ કરવા માટે તેમજ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે પણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભલામણ કરવામાં આવી છે. ત્યારે લોકો આગળ કેસ રફેદફે કરવાની ડંફાસ મારતા દુકાનદાર જંખેશ મોદી સામે એસ.ડી.એમ એ કડક રૂખ અપનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...