• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Road Connecting Bharuch's Shravan Chowk To Gail Colony To Chavaj Village Has Been Constructed, 4 Km. The Road Will Be Constructed At A Cost Of 1.80 Crores

વિકાસના કામોને વેગ:ભરૂચની શ્રવણ ચોકડથી ગેઈલ કોલોની થઇ ચાવજ ગામને જોડતા માર્ગનું ખાતમુહુર્ત કરાયું, 4 કિ.મી. રોડનું 1.80 કરોડા ખર્ચે નિર્માણ થશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરની શ્રવણ ચોકડી ગેઈલ કોલોનીથી ચાર કિલોમીટર ચાવજ સુધીના 1.80 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી ગેઈલ કોલોની અને ચાવજ ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ આ અંગે ગ્રામ પંચાયત અને જીલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી.

રજુઆતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી સ્વર્ણિમ ગ્રામ સડક યોજના અંતર્ગત 1.80 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જે 4 કિમી માર્ગનું આજરોજ ભરૂચની શ્રવણ ચોકડ ગેઈલ કોલોની પાસે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ માર્ગ તૈયાર થતા જ ઉમરાજ,ચાવજ અને નંદેલાવ ગામ સહીત આજુબાજુના સોસાયટીના સ્થાનિકોને રાહત થશે આ ભૂમિ પૂજનમાં જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,દિવ્યેશ પટેલ અને આગેવાન અનીલ રાણા તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...