તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલધડક CCTV:ભરૂચમાં રિક્ષાને ઓવરટેક કરવા જતાં બાઇક ઇકો સાથે અથડાઈ; હવામાં ફંગોળાતો વિદ્યાર્થી કેમેરામાં કેદ

ભરૂચ25 દિવસ પહેલા
ઇકો સાથે બાઇક અથડાયા બાદ બાઇકસવાર હવામાં ફંગોળાયો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
 • ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યૂ પાર્ક નજીક અકસ્માત થયો
 • ધો.11નો વિદ્યાર્થી મિત્રને લેવા બાઇક પર જઇ રહ્યો હતો

ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યૂ પાર્ક નજીક બાઈક અને ઇકો વચ્ચે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ધો.11નો વિદ્યાર્થી મિત્રને લેવા માટે બાઈક પર જઇ રહ્યો હતો ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા જતાં ઇકો સાથે અથડાયો હતો. ઇકો સાથે બાઈક અથડાતાં યુવક હવામાં ફંગોળાયો હતો. ગુરુવારે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

રિક્ષાની સાઇડ કાપવા જતાં અકસ્માત થયો.
રિક્ષાની સાઇડ કાપવા જતાં અકસ્માત થયો.

મિત્રને લેવા માટે બાઇક પર જતો હતો

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના લિંક રોડ પર આવેલા યોગેશ્વર નગરમાં રહેતો અને ધો. 11 સાયસન્સમાં અભ્યાસ કરતો વેદાંત જગલાવાલા ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ ભરૂચના સેવાશ્રમ રોડ પરથી પોતાના મિત્રને લેવા બાઈક પર જઈ રહ્યો હતો. એ દરમિયાન સ્ટેચ્યૂ પાર્ક નજીક સામેથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાતાં વેદાંત હવામાં ફંગોળાયો હતો અને માર્ગની સાઈડ પર પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેદાંતને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઇકો સાથે અકસ્માત બાદ બાઈકસવાર હવામાં ફંગોળાયો હતો.
ઇકો સાથે અકસ્માત બાદ બાઈકસવાર હવામાં ફંગોળાયો હતો.

ઓવરટેક કરવું ભારે પડ્યું

અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે એમાં જોઇ શકાય છે કે વેદાંત નામનો વિદ્યાર્થી બાઈક લઇને સ્ટેચ્યૂ પાર્ક નજીકથી પસાર થાય છે. એ સમયે રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે છે. ઓવરટેક કરતી વખતે તેનું બાઈક ઇકોના આગળના ભાગે ધડાકાભેર અથડાય છે અને તે હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે.

અકસ્માત બાદ બાઇકસવાર જમીન પર પટકાયો.
અકસ્માત બાદ બાઇકસવાર જમીન પર પટકાયો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો