રેસ્ક્યું સેન્ટર:પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે ભરુચમાં રેસ્ક્યું સેન્ટર ઉભુ કરાયું

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ ભરુચ અને રેસ્ક્યું એન્ડ રિહેબ ફાઉનડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ ને ધ્યાન માં રાખી તારીખ ૧૪,૧૫ અને ૧૬ જાન્યુઆરી સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી પક્ષી બચાવો અભ્યાન અંતર્ગત પતંગ ની દોરી ના કારણે ઇજાગ્રસ્ત પક્ષીઓ નો બચાવ અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવશે.

૩ દિવસ ના આ કેમ્પ નું ઉદઘાટન આજે એમ આઇ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ડેપ્યુટી કન્સરવેટર ઓફ ફોરેસ્ટ શ્રીમતી ઉર્વશી બેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું , સાથે રોટરી ક્લબ ઓફ ભરુચ ના પ્રમુખ ડો વિહંગ સુખડિયા , સેક્રેટરી ઉક્ષીત પરીખ, પ્રોજેક્ટ ચેરમેન તલકીન જમીનદાર અને રેસક્યું એન્ડ રીહેબ ફાઉન્ડેશન ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ડેપ્યુટી કન્સરવેટર ઓફ ફોરેસ્ટ શ્રીમતી ઉર્વશી બેન પ્રજાપતિ એ લોકો ને ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું, સાથે સાથે ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાન માં આવે તો તાત્કાલિક કોલ સેન્ટર ઉપર જાણ કરી પક્ષી બચાવો મુહિમ માં સહયોગ આપવા લોકો ને વિનંતી કરી હતી.આ પ્રોજેક્ટ માટે પી ડી એન્ડ સન્સના ભાગીદાર હર્ષિલ કલ્પેશ શાહ, નીરવ સુરેશ શાહ, ધીમંત શાહ અને સંજય ભાઈ શાહ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...