તસ્કરી:રેલવે કર્મી બિહાર ગયા ને તસ્કરો ઘરમાંથી રૂ.4.98 લાખ ચોરી ગયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચ તાલુકાના ચાવજ ગામે રચના બંગ્લોઝમાં બનેલી ઘટના

ભરૂચના ચાવજ ગામે આવેલાં રચના બંગ્લોઝ ખાતે રહેતાં રેલવે કર્મી બિહાર તેમના વતને ગયાં હતાં. દરમિયાનમાં તેમના સોસાયટીના શખ્સે તેમને ચોરીની જાણ કરતાં તેઓ ભરૂચ પરત આવ્યાં હતાં. જ્યાં તેમને માલુમ પડ્યું હતું કે, તેમના ઘરમાંથી સોના-ચાંદદાગીના મળી કુલ 4.98 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. બનાવને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં ચાવજ ગામના રચના બંગ્લોઝ ખાતે રહેતાં અને રેલવેમાં સિગ્નલ વિભાગમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં જોનીકુમાર શ્યામનંદન મુળ બિહારના બગુસરાયના વતની છે. તેમનો પરિવાર અસમના જોરાહાટ ખાતે રહેતાં હતાં. દરમિયાનમાં છઠ્ઠ પુજા નિમિત્તે તેઓ તેમના વતને ગયાં હતાં. અરસામાં તેમની સોસાયટટીમાં રહેતાં એક શખ્સે તેમને ફોન કરી જાણ કરી હતી કે, તમારા ઘરન દરવાજો ખુલ્લો છે.

જેથી તેમણે વિડિયોકોલ પર ઘરને ચેક કરવાનું કહેતાં તેમણે ઘરમાં જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે બીજુ લોક મારવા કહીં તેમના પુત્રની વાળ કાપવાની બાધા હોઇ તે પુર્ણ કરી ભરૂચ આવ્યાં હતાં. ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના કુલ 4.98 લાખની મત્તાના દાગીના ચોરી થયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...