વિવાદ:અનાજ દળવાની ઘંટીની દુકાનમાં ઘુસેલાં બકરાને કાઢવા મુદ્દે ઝઘડો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમોદના રોઝા ટંકારિયા ગામે બનેલી ઘટના, સામસામે ફરિયાદ

આમોદના રોઝા ટંકારિયા ગામે વાંટાફળિયા વિસ્તારમાં રહેતાં ઇબ્રાહિમ વોરાપટેલ અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તેમની પત્ની બિમાર હોઇ તે તેમની પત્ની સાથે હોસ્પિટલમાં હતાં. જ્યારે તેમના પરિવારજનો તેમની ઘંટી ચલાવતાં હતાં. દરમિયાનમાં તેમના ઘરની સામે રહેતાં ઇલ્યાસ મહંમદ વલી બાપુના બકરા તેમના ઘરમાં ઘુસી જઇ અનાજ દળવાની ઘંટીમાંથી અનાજ ખાઇ રહ્યાં હોઇ તેમની પુત્રવધુ રિઝવાનાએ તેમને બહાર કાઢતાં ઇલ્યાસ મહંમદ વલીબાપુ, રિઝવાના ઇલ્યાસ વલીબાપુ, સાજીયા ઇલ્યાસ વલીબાપુ તેમજ ફાતમા ઇલ્યાસ વલીબાપુએ હૂમલો કરી તેમને માર મારી ઇજા પહોંચાડી હતી.

મામલામાં ઇલ્યાસ મહંમદ વોરાપટેેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પત્ની તેમના ઘરના અડાળામાંથી બકરા બહાર કાઢતી હતી તે વેળાં એક બકરો તેમના ઇબ્રાહિમ મુસાના ઘરમાં ઘુસી જતાં તેમના પુત્ર જાવીદ અને તેની પત્ની રિઝવાનાએ બકરાને માર મારતાં તેમણે બકરાને નહીં મારવા કહેતાં તેઓએ તેમના પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે આમોદ પોલીસ મથકે બન્ને પક્ષની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...