મારામારી:ભરૂચની એક શેરીમાં બાળકો રમવા મુદ્દે બે પરિવારના સભ્યો વચ્ચે બબાલ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના અયોધ્યાનગર ખાતે બનેલો બનાવ

ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે રહેતાં લક્ષ્મણ શિવદાસ શાહે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સોસાયટીમાં રહેતી જિજ્ઞાબેન તેમના પતિ તેમજ તેમના સસરા તેમજ અન્ય એક પરિવારના હાર્દિકભાઇ, ભાર્ગવિબેન , સુરેશ ઠાકોર સોલંકી, માણેકબેન સુરેશ સોલંકી રોજ રાત્રે મોડે સુધી તેમના ઘરની બાજુમાં બેઠક કરે છે.

તેમજ શોર બકોર કરે છે.જેથી તેમને સુવામાં કનડગત થતી હોઇ તેમણે શોર-બકોર કરવાની ના પાડતાં તેમણે ઉશ્કેરાઇ જઇ તેમના ઘરમાં ઘુસી વિડિયો રેકોર્ડિંગ ચાલુ રાખી તેમની સાથે મારામારી કરી તેમજ મોબાઇલ તોડી નાંખ્યો હતો. ઘટનામાં જિજ્ઞાશા નિકુંજ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બાળકો અવાર નવાર શેરીમાં રમવા જાય ત્યારે લક્ષ્મણ શાહ તેમને અહિં કેમ રમો છો તમારે અહીં રમવાનું નહીં તેમ કહીં તેમને ત્યાંથી કાઢી મુક્યાં હતાં.

દરમિયાનમાં તેઓ અને સોસાયટીની તેમની બહેનપણીઓ રાત્રે ચાલવા જતાં તેમને પણ તઓ અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં. જેથી તેમની સાથે ઝપાઝપી થતાં તેમની ગળામાંથી ચેઇન ક્યાંક પડી ગઇ હતી. બનાવને પગલે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...