તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઝાડેશ્વર પાસેના શોપિંગમાંથી બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટેન્કર પીકઅપ ગાડી મળીને કુલ 20.57 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એચ.વાઢેર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા.ત્યારે બાતમી મળી હતી કે,ઝાડેશ્વર વિસ્તારમાં હજારો લીટરના બાયો ડિઝલની ગેરકાયદેસર ફેરવણી થઈ રહી છે. પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે રાત્રી કર્ફ્યુ બાદ પેટ્રોલીંગ દરમિયાન ઝાડેશ્વર ચોકડી ખાતે આવેલા ગજાનંદ શોપિંગ સેન્ટરમાં શ્રદ્ધા પ્રિન્ટિંગ એન્ડ પ્રેસ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે જવ્વલશીલ પેટ્રોલીયમનો સંગ્રહ કરી રાખીને ટ્રાન્સપોર્ટની ફરતી ગાડીઓમાં વપરાશ માટે વેચાણ કરાય રહ્યું છે.

જે સ્થળ ઉપર પોલીસ સ્ટાફે રેડ કરી જવ્વલશીલ પેટ્રોલીયમ આશરે 9200 લીટર કિંમત રૂ. 5,52,000નું બાયો ડીઝલ સાથે ટેન્કર અને પીકઅપ ગાડી મળી કુલ રૂ.20.50 લાખનો મુદ્દામાલ કોઈ પણ જાતના આધાર પુરાવા વગર મળી આવતા વધુ તપાસ અર્થે કબ્જે કર્યો છે.જયારે દુકાન પર હાજર મળી આવેલા વિજય પગડાલ અને રાહુલસિંહ રૈયાને બાયોડીઝલ બાબતે આધાર પુરાવાઓ માંગતા આધાર પુરાવા ન મળતા બંને સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...