નશાનો કારોબાર ઝડપાયો:દેરોલ ગામેથી 14 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, રૂ. 1.40 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, એક ફરાર

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં દારૂના વેપલા ઉપર રોક લાગી તો ડ્રગ્સનો વેપલો વધ્યો
  • ભરૂચ રૂરલ પોલીસે રેડ પાડી નશીલા પદાર્થના સોદાગરને 14 ગ્રામ મેફેડ્રોન સાથે દબોચ્યો

ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડાની તવાઈથી હાલ દારૂના વેપલા ઉપર રોક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. નશીલા પદાર્થોના સોદાગરો હવે ડ્રગ્સ તરફ વળ્યા હોય તેમ દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના 14 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે એક ઝડપાયો છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે.

ભરૂચમાં દારૂ, જુગાર સાથે નશીલા પદાર્થોના વેપલાને નાબૂદ કરવા જિલ્લા પોલીસ હાલ સર્ચ, રેડનો ધમધમાટ ચલાવી રહી છે. ભરૂચ તાલુકા પી.આઈ. એન.વી. ભરવાડની સુચના મુજબ પો.સ.ઇ એન.જે. ટાપરિયા એ.એસ.આઈ મહેન્દ્રસિંહ તથા હે.કો. જશવંતભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દેરોલ ગામે શાલીમાર સોસાયટી નવીનગરી ખાતે બાતમીના આધારે રેઇડ કરતા એક યુવાનની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 14.08 ગ્રામ કિંમત રૂપિયા 1 લાખ 40 હજારનો જથ્થો મળી આવ્યો હતો.

એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ઇલ્યાસ અલી મલેકની ડ્રગ્સના જથ્થા, મોબાઈલ, રિચારજેબલ વજન કાંટો સાથે ધરપકડ કરાઈ હતી. જ્યારે ઇમરાન ઉર્ફે મસ્તાનને વોન્ટેડ જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...