તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાસુમન અર્પણ:ભરૂચમાં કોરોનાથી મૃત્યુ પામેલા વીડિયો અને ફોટોગ્રાફરોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ ફોટો અને વીડિયોગ્રાફર એસોસિએશનના ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રખાયો

ભરૂચમાં કોરોનાના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચુક્યાં છે. જેમાં ફોટો અને વીડિયોગ્રાફરોનો પણ સમાવેશ થાય છે. તેમાં ભરૂચ ફોટો અને વીડિયોગ્રાફર એસોસિએશનના ઉપક્રમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગ્રીનરી હોટલ ખાતે યોજાયો હતો.

જિલ્લાના છથી વધુ ફોટોગ્રાફરોએ કોરોના કાળ દરમ્યાન જીવ ગુમાવ્યો

ભરૂચ શહેરમાં કાર્યરત ફોટો અને વીડિયો ગ્રાફર એસોસિએશન તરફથી કોરોનાથી મૃત્યુ પામેલા વીડિયો અને ફોટોગ્રાફરોનો શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. ભરૂચ જિલ્લાના છથી વધુ ફોટોગ્રાફરોએ કોરોના કાળ દરમ્યાન જીવ ગુમાવ્યો છે. ભરૂચ ફોટો અને વીડિયોગ્રાફર એસોસિએશનના ઉપક્રમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગ્રીનરી હોટલ ખાતે યોજાયો હતો.

પરિવારને અમારા તરફથી શક્ય તમામ પ્રકારની મદદ કરવામાં આવશે

જેમાં મૃતક ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરોના સ્વજનોની પડતી મુશ્કેલીમાં એસોસિએશન આગળ આવી શક્ય તમામ સહાય કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે તમામ લોકોએ તકેદારીના પગલાં ભરવા જોઇએ. કોરોનાના કારણે અમે અમારા છ સાથી સભ્યોને ગુમાવી ચુક્યા છે. તેમના પરિવારને અમારા તરફથી શક્ય તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...