તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકાર:ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો માટે એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય જિલ્લામાંથી આવનાર તમામ પ્રાથમિક શિક્ષકોને મીઠો આવકાર અપાયો

ભરૂચ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી બદલીથી આવનાર પ્રાથમિક શિક્ષકો માટેનો એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એન.ડી.પટેલના આગોતરા આયોજન અને વહીવટી સુઝબુઝના ભાગરૂપે અગાઉથી સિનિયોરિટી યાદી તેમજ ખાલી જગ્યાનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ શિક્ષકને કોઈ પ્રશ્ન હોય તો વાંધા અરજી લઈ નિયમ મુજબ તાત્કાલિક ધોરણે પ્રશ્નોને હલ કરવા માટે સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શુભેચ્છાઓ પાઠવી

ખૂબ જ સરળતાથી પારદર્શક, સ્વરછ અને શાંત વાતાવરણમાં કોઈપણ વિવાદ વિના સુચારુ આયોજન કરી સફળતાપૂર્વક કેમ્પ પૂર્ણ કરનાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એન.ડી.પટેલ તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો સાથે જ અન્ય જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં બદલીથી આવનારા તમામ શિક્ષકોને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શુભેચ્છાઓ પાઠવી મીઠો આવકાર આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...