ભરૂચ સિવિલ હોસ્પિટલના નવિનિકરણ બાદ એક તરફ દર્દીઓને સારી સારવાર મળી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ સંકુલમાં જ વિદેશીદારૂની ઢગલાબંધ ખાલી બોટલો મળી આવતાં અનેક પ્રશ્નો સર્જાયાં છે. હોસ્પિટલ સંકુલમાં ફરજ બજાવતી સિક્યુરિટી ગાર્ડ્સન કામગીરી પર સવાલો ઉભા થયાં છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવતાં હોસ્પિટલની કાયાપલટ થઇ ગઇ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ પણ ચાલતી હોઇ તેમાં નર્સિંગ કોર્સ કરતી અનેક યુવતિઓ પણ આવતી જતી હોય છે. અરસામાં સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં પીએમ રૂપ તરફ જવાના રસ્તા પર રોડની સાઇડમાં વિદેશીદારૂની ઢગલાબંધ બોટલોનો જથ્થો નજરે પડ્યો હતો.
હોસ્પિટલ સંકુસના પાછળના ભાગે અંધારામાં રાત્રીના સમયે કેટલાંક શખ્સો દારૂની મહેફિલ જમાવતાં હોવાનું બોટલો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. ત્યારે હોસ્પિટલમાં 24 કલાકની સિક્યુરિટી ગાર્ડની નોકરી ચાલું રહેતી હોવા છતાં દારૂની મહેફિલ જામવાની બાબતને લઇને અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. મામલાને લઇને પોલીસતંત્ર પણ એક્શનમાં આવી મામલામાં તપાસ કરે તેવી માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.