ફરિયાદ:દીવાલના કાણામાંથી શું જુએ છે કહીં યુવાન પર શખ્સનો હુમલો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના મોટા નાગોરીવાડ વિસ્તારનો બનાવ
  • બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ભરૂચના મોટા નાગોરીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર વિસ્તારમાં જ રહેતાં એક શખ્સે તું દિવાલના કાંણામાંથી શું જુએ છે કહીં ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં શખ્સે તલવારથી યુવાન તેમજ તેની પત્ની પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ શહેરના મોટા નારોગીવાડ મદિના હોટલ પાસે રહેતો હસમુખ દેવા વસાવા સોમવારે બપોરનાસમયે સિવિલ હોસ્પિટલમાં સ્માર્ટ કાર્ડ કઢાવવા માટ ગયો હતો. જ્યાંથી તે પરત આવી રહ્યો હતો. તે વેળાં તેના ઘરની બાજુમા રહેતો જયંતી ઉર્ફે ભગત દેવજી વસાવા હસમુખની પુત્રી જીગીને અપશબ્દો બોતાં હતાં.

જેને પગલે તેમણે પુછપછતાં જયંતી ઉર્ફે ભગતે ઉશ્કેરાઇને તમે દિવાલના કાણામાંથી શું જૂઓ છે તેમ કહીં પુન: અપશબ્દો ઉચ્ચારતાં તેમને અપશબ્દો બોલવાની ના પાડતાં જયંતીએ ઘરમાંથી તલવાર લઇ આવી તેના પર હૂમલો કર્યો હતો. જેમાં હસમુખના કપાળ પર ઇજાઓ થઇ હતી. જ્યારે તેની પત્ની-પુત્રીઓ વચ્ચે પડતાં તેમના પર પણ હૂમલો કરતાં તેની પત્નીને પણ માથામાં તલવારથી સામાન્ય ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્યકેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...