અકસ્માત:ભરૂચ હાઇવે પર રાહદારીનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂદ્વારા પાસે અકસ્માત સર્જી વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર

વગુસણા ગામના એક વૃદ્ધ કામ અર્થે ચાલતા જઇ રહ્યાં હતાં. તે વેળાં ભરૂચ નેશનલ હાઇવે પર વગુસણા અને ગુરૂદ્વારા વચ્ચેના માર્ગ પર કોઇ વાહને તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલાં વૃદ્ધનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

બનાવ સંદર્ભે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે વાહન ચાલકને શોધવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ તાલુકામાં આવેલાં વગુસણા ગામે નિશાળવાળા ફળિયામાં રહેતાં મથુર મોતીભાઇ પાટણવાડિયાના 95 વર્ષીય પિતરાઇ ભાઇ મંગળ શંકર પાટણવાડિયા કોઇ કામ અર્થે ચાલતાં ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં કોઇ વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી લાવી 95 વર્ષીય વૃદ્ધ મંગળભાઇ પાટણવાડિયાને અકસ્માત સર્જી રફૂચક્કર થઇ ગયો હતો. અકસ્માતને પગલે વાહન વ્યવહાર ખોરંભાયો હતો. બીજી તરફ નબીપુર પોલીસને જાણ થતાં પોલીસે તુરંત દોડી આવી મૃતકના પરિવારને જાણ કરતાં સ્થળ પર દોડી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...