અકસ્માત:સાયખા પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઇડીસીમાં રહેતો એક શ્રમજીવી સાયખા - કોઠી રોડ પર આવેલી એક દુકાને સામાન લેવા ગયો હતો. દરમિયાનમાં કોઇ અજાણ્યા વાહને તેને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના દહેગામ ચોકડી પાસેની અલનુર બંગ્લોઝ ખાતે રહેતાં નાદીલ ઇકબાલ જોડ કંપનીઓમાં કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. વાગરા તાલુકામાં આવેલાં સાયખા જીઆઇડીસીની ટેક્ષ ટાઇલ કેમિકલ કંપનીમાં તેનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હતો તેમાં તેના 29 મજૂરો કામ કરતાં હતાં. જે પૈકીનો એક શ્રમજીવી પપ્પુ શીવજી શાહ સામાન ખરીદવા સાયખા-કોઠીયા રોડ પરની એક દુકાને ગયો હતો. જ્યાંથી તે પરત આવી રહ્યો હતો. તે વેળાં કોઇ અજાણ્યા વાહને તેને ટક્કર મારતાં તેના માથાનો ભાગ છુંદાઇ જતાં તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...