તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવ:ભરૂચ સિવિલમાં 6 મહિનાના ગર્ભ સાથે નર્સ કોરોનાના વોર્ડમાં ફરજ બજાવે છે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને પરિવારની ચિંતા કર્યા વગર નિષ્ઠા પૂર્વક ફરજ નિભાવે છે

નર્સિંગના સ્થાપક અને સમાજ સુધારક નર્સ ફ્લોરેન્સ નાઈટિંગલનો જન્મ 12મી મેના રોજ થયો હતો.સમાજમાં તેના યોગદાન બદલ આ દિવસ સમગ્ર વિશ્વમાં નર્સિંગ ડે તરીકે ઉજવાય છે.ત્યારે છેલ્લા સવા વર્ષથી રાત- દિવસ ભૂખ અને તરસ અને પરિવારજનોની ચિતા કર્યા વગર કોરોનાના કપરા કાળમાં નિષ્ઠા પૂર્વક દરેક નર્સિંગ બહેનો અને બ્રધર્સ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમણે લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે જેથી તેમને કોરોના ફ્રન્ટ વોરિયર્સનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે.

ત્યારે વાત કરી ભરૂચ સિવિલ હોસ્પિટલની નર્સ સ્વાતિ.એચ.પટેલની તે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કોરોના વોર્ડમાં ફરજ બજાવે છે.તેઓ ઝાડેશ્વર વિસ્તારમાં પતિ,સાસુ અને સસરા સાથે રહે છે. હાલમાં તેઓને 6 મહિનાની પ્રેગ્નેન્સી હોવા છતાંય બખૂબી પૂર્વક પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ઘર- પરિવારના સભ્યોના સહકાર અને સંમતિથી આ મહામારીમાં તેઓ ફરજ દરમ્યાન આખો દિવસ પીપીઈ કીટ પહેરીને ફરજ બજાવવી એ ખુબ જ કપરૂ છે,પરંતુ હાર માન્યા વગર પૂરી તાકાતથી પોતાની ફરજ નિભાવે છે.

કોરોના વાઈરસથી સંક્રમિત થવાની દહેશત હોવા છતાં જરા પણ ડર રાખ્યા વગર ફરજ નિભાવવી તે ગૌરવની બાબત છે. ફરજ પરથી ઘરે ગયા બાદ પણ તેઓ તેમની અને પરિવારજનોની સુરક્ષાની સંભાળ રાખીને યોગ્ય તકેદારી રાખી રહ્યા છે.આજના નર્સિંગ ડે નિમિત્તે પ્રાઉડ અનુભવીને દરેક નર્સિંગ સ્ટાફને શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...