રિમાન્ડ:પ્રેમી રાહુલ માર મારતો હોવાની હિરવાની એફિડેવિટથી નવો વળાંક

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાહુલ મોટા ગુનાની ફિરાકમાં હોવાની શંકા, 8 દિ’ના રિમાન્ડ

ભરૂચના વર્ષ 2013ના ચકચારી સુનિલ તાપિયાવાલા હત્યા કેસમાં તેની પત્ની હિરવા નિર્દોશ છુટી હતી. જોકે કારાવાસ દરમિયાન તે મુળ ગાઝિયાબાદના રાહુલ નાનકસિંહ ખંડેલવાલના સંપર્કમાં આવી હતી. જે બાદ તેઓ સાથે જ રહેતાં હતાં. અરસામાં એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે સેવાશ્રમ રોડ પર રિલાયન્સ મોલ પાસેથી રાહુલને લક્ઝૂરિયસ કારમાં ઝડપી પાડી તપાસ કરતાં તેની કારમાંથી એક પિસ્તોલ, બે તમંચા અનેે પગના મોજામાં મુકેલાં 29 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી હતી.એલસીબીએ આજે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

જેમાં રાહુલે હથિયારો ક્યાંથી મંગાવ્યાં, કોઇને આપવાના હતાં કે કે, કયાં ઇરાદે મંગાવ્યાં, તેના અન્ય કોઇ સાગરિતો છે કે કેમ તે સહિતના ગ્રાઉન્ડ પર રિમાન્ડની માંગણી કરતાં અદાલતે તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં છે.એલસીબીની પ્રાથમિક તપાસમાં રાહૂલ અંદાજે બે મહિના પહેલાં હથિયારો મંગાવ્યાં હોવાનો ખુલાસો થયો છે.જેથી તે કોઇ મોટા ગુનાને અંજામ આપવાનો હોવાની આશંકા પોલીસને થઇ રહી છે. ઉપરાંત હિરવા દ્વારા પણ તેને રાહુલ માર મારતો હોવાની એફિડેવિટ પોલીસને પહોંચાડતાં પોલીસની તપાસમાં અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...