તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભરૂચમાં તાર પર કપડાં સુકવતી માતાને વીજ કરંટ લાગ્યો ,બે પુત્રો બચાવવા જતાં એકનું મોત

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘટનાને પગલે વીજ કંપનીના કર્મીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. - Divya Bhaskar
ઘટનાને પગલે વીજ કંપનીના કર્મીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
 • દાંડિયાબજાર વિસ્તારમાં ઘરના પતરામાં બાંધેલો તાર ગેલવેનાઇઝના એંગલ સાથે અડેલો હતો
 • મોટા દીકરાએ તારમાં લાકડાનો સપાટો મારતા તાર તેના શરીરે વિંટળાઇ જતાં કરંટ લાગ્યો

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા નીચે નદી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંજુબેન ઉદયસંગ ઓડ તેના પરિવાર સાથે રહે છે. તેમના ઘરના પતરાને અડીને વીજ લાઈનનો વાયર પસાર થાય છે. ઓડ પરિવારે કપડાં સુકવવાનો તાર ઘરના પતરા સાથે લગાવેલો હોય ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો.

ગુરુવારો મંજુબેન વહેલી સવારના 6:30 વાગ્યાના સમયગાળામાં બહાર તાર ઉપર કપડાં સુકવી રહ્યાં હતા. તે દરમિયાન તેમને કરંટ લાગ્યો હતો.માતાને વીજ કરંટ લાગતા જ તેમના પુત્ર ભરત ઉ.વ.25 અને અર્જુન ઉ.વ 36 નાઓ તેમને બચાવવા બહાર દોડી આવ્યા હતા. બંનેય માતાને બચાવવા જતા બંનેય પુત્રોને પણ વીજ કરંટ લાગ્યો હતો.જોકે મોટા ભાઈ અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ જતા તેને વધુ વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.

જોકે માતા અને નાના ભાઈ ભરતને વીજ કરંટ લાગતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એ ડિવિઝન પોલીસે દોડી આવીને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વીજ કર્મીઓ પણ સ્થળ પર દોડી આવીને વાયરને હટાવવાની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો