વેક્સિનેશન ડ્રાઈવ:ભરૂચ જિલ્લામાં આજે 296 વેક્સિન સેન્ટર ખાતે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વય જૂથના લોકોને વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ અપાયો

ભરૂચ જિલ્લામાં કોવિડ વેક્સિનેસન ડ્રાઈવ અંતર્ગત રવિવારના રોજ 296 વેક્સિન સેન્ટર ખાતે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર અને ગોલાવાવ ગોલવાડ પંચ દ્વારા મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

ભરૂચ જિલ્લામાં કોવિડ વેક્સિનેશન અંતર્ગત રવિવારના રોજ 296 વેક્સિન સેન્ટર ખાતે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, 12 થી 14 વર્ષના અને 15 થી 17 વર્ષના બાળકોના પ્રથમ અને બીજા ડોઝ અને 60 વર્ષથી વધુ વય જૂથના માટે કોવિડ વેક્સિનના પ્રીકોશન ડોઝ મુકવામાં આવ્યા હતા. જેના અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર અને ગોલાવાવ ગોલવાડ પંચ તેમજ અબૅન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 18થી વધુ અને 60 વર્ષથી વધુના નાગરિકોને રસી મુકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...