આયોજન:કોવિડ વેક્સિનેસન હેઠળ 22મીએ ભરૂચ જિલ્લામાં મેગા કેમ્પ યોજાશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં 296 વેક્સિન સેન્ટર ખાતે યોજાશે

ભરૂચ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, 12 થી 14 વર્ષના તથા 15 થી 17 વર્ષના બાળકોના પ્રથમ અને બીજા ડોઝ અને 60 વર્ષથી વધુ વય જુથના કોવિડ વિક્સિનના પ્રિકોશન ડૉઝના એલીજીબલ લાભાર્થી તેમજ 12 થી 17 વર્ષના બાકી લાભાર્થીઓને વહેલી તકે આવરી લેવા તા. 22-5-2022ના રોજ ભરૂચ જિલ્લામાં મેગા વેક્સિનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભરૂચ જિલ્લામાં 296 વેક્સિન સેન્ટર ખાતે અંદાજિત 1.65 લાખ જેટલા લાભાર્થીઓને આવરી લેવાનું હાથ ધરાયું છે.

જિલ્લામાં તમામ પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-19 રસીકરણથી સુરક્ષિત કરી કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા કોવિડ-19 રસીકરણ અંગે બાકી રહેલ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, 12થી 14 વર્ષના તથા 15 થી 17 વર્ષના બાળકોના પ્રથમ અને બીજા ડોઝ અને 60 વર્ષથી વધુ વય જુથના કોવિડ વિક્સિનના પ્રિકોશન ડૉઝના એલીજીબલ લાભાર્થીને રક્ષિત કરવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા જણાવવામાં આવ્યુંં છે.

અન્ય સમાચારો પણ છે...