તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:જાગેશ્વરના દરિયા કિનારે જમીનનું ધોવાણ અટકાવવા બેઠક યોજાઈ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન ધોવાણના કાયમી ઉકેલ માટે કલેક્ટરની તાકીદ

વાગરા તાલુકાના જાગેશ્વર ગામના દરિયા કિનારે થતુ જમીનનું ધોવાણ અટકાવવા અંગેની બેઠક કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં જાગેશ્વર ગામ દરિયા કિનારે હોઈ તેની જમીનનું ધોવાણ અટકાવવા તેમજ ખાસ કરીને ચોમાસામાં વધુ પાણી આવવાથી તેના મોજાના કારણે જમીનનું ધોવાણ થવા જેવી સમસ્યા થાય છે,આ કાયમી સમસ્યા છે તેનો ઉકેલ લાવવા કલેક્ટરએ જણાવ્યું હતું કે, દરિયા કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા જણાવ્યું હતું. કલેક્ટરે ગ્રામજનો સાથે ચર્ચા-પરામર્શ કરી માર્ગદર્શન આપી ગામના જમીન ધોવાણની સમસ્યાના ઉકેલ કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...