આયોજન:ભરૂચમાં બોર્ડ પરીક્ષાઓ પહેલાં સ્થળ સંચાલકોની બેઠક મળી

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓમાં કરવાની તૈયારીઓ અંગે માર્ગદર્શન અપાયું

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી તારીખથી લેવાનારી ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ પહેલાં ભરૂચમાં સ્થળ સંચાલકોની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લામાં 14મી માર્ચથી યોજાનાર એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા અંતર્ગત પરીક્ષા સ્થળ સંચાલકો માટે માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં સ્થળ સંચાલકો હાજર રહયાં હતાં.પરીક્ષામાં સમસ્યાઓ,પરીક્ષાનું સુચારૂ આયોજન,પરીક્ષા પૂર્વેની તૈયારી અને પરીક્ષાના દિવસ દરમિયાન કરવાની તૈયારી અંતર્ગત વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ દરેક પરીક્ષા સ્થળોની ભૌતિક સુવિધાઓ,ફર્નિચર,CCTV કેમેરા વગેરેની સમીક્ષા પણ કરી હતી.જિલ્લાપરીક્ષા સમિતિની મિટિંગમાં કલેક્ટર દ્વારા કરવામાં આવેલ સૂચનો અને માર્ગદર્શન પણ પરીક્ષા સ્થળ સંચાલકોને આપવામાં આવ્યા હતા. ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ પહેલાં ભરૂચમાં સ્થળ સંચાલકોની બેઠક મળી હતી.વિદ્યાર્થીઓ નિર્ભય રીતે ગેરરીતિ વિહિન પરીક્ષા આપે તે માટેનું વાતાવરણ ઊભું કરવા માટે સુચના આપી . બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ હાજર રહયો હતો.

અન્ય સમાચારો પણ છે...