• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Massive Vaccination Campaign Was Launched In Bharuch Today On The Occasion Of The Prime Minister's Birthday. Vaccines Were Given At 265 Centers.

વેક્સિનેશન ટોપ ગિયરમાં:ભરૂચમાં આજે વડાપ્રધાનના જન્મદિન નિમિતે વેક્સિનેશનનું મહા અભિયાન હાથ ધરાયું, 265 સેન્ટર પર વેક્સિન આપવામા આવી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધી 8 મહિનામાં 14.20 લાખ લોકોને કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પડાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુક્રવારે 71 માં જન્મદિન નિમિતે ભરૂચ જિલ્લામાં કોવિડ વેકસીનનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. 265 સેન્ટરો પરથી 1 લાખથી વધુ લોકોને કોરોના સામે રસીકરણનું સુરક્ષા કવચ આપવા મહા ડ્રાઇવ ચલાવાઈ હતી.

શુક્રવારે ભરૂચના 265 કેન્દ્રો ઉપર હાથ ધરાયેલા વેક્સિનેશન મહાઅભિયાનમાં 1 લાખથી વધુને રસીકરણનો લક્ષ્યાંક રખાયો હતો. જિલ્લાની પ્રજાને કોરોના સામે સુરક્ષા કવચ એવા વેક્સિનનો લાભ લેવા મોટી સંખ્યામાં સાંજ સુધી લોકોએ લીધો હતો.

જિલ્લામાં 8 મહિનામાં 13 હજાર આરોગ્ય કર્મી, 40 હજાર ફ્રન્ટલાઈનર, 4 લાખથી વધુ સિનિયર સિટીઝન અને 18 વર્ષથી ઉપરના 6 લાખ લોકો મળી કુલ 10.61 લાખને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો છે.જ્યારે 11425 આરોગ્ય કર્મી, 33 હજાર ફ્રન્ટલાઈનર, 2 લાખ સિનિયર સિટીઝન, સવા લાખ 18 વર્ષથી વધુ ઉંમરના મળી કુલ 14.20 લાખ લોકોને પ્રથમ અને બીજો ડોઝ અપાયો છે. જિલ્લાના 237 ગામોમાં 100 ટકા રસીકરણ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...