તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ પ્રકરણમાં હત્યા:અંકલેશ્વરના ઉમરવાડા ગામે પ્રેમ પ્રકરણમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાના પતિ દ્વારા પૂર્વ પ્રેમીના પિતાની હત્યા કરાઇ
  • સંબંધો બાબતે બોલાચાલી થતા લાકડાના સપાટા મારી હત્યાને અંજામ અપાયો

અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામમાં પ્રેમ પ્રકરણ બાબતે પૂર્વ પ્રેમીના પિતા સમજાવવા જતાં મહિલાના પતિએ તેઓને લાકડાના સપાટા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

લગ્ન પહેલા આડા સબંધ હતા તે હાલમાં પણ કેમ ચાલુ રાખે છે

અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામ જોશી ફળિયામાં રહેતો 24 વર્ષીય વિરલભાઇ નવીનભાઇ વસાવા છૂટક ઇલેક્ટ્રીક વાયરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ સાંજે પોતાના માતા-પિતા જમવા બેઠા હતા. તે સમયે તે હાથપગ ધોઈને આવતા તેના પિતાએ ગામમાં રહેતા કિશન કાલીદાસ વસાવાની પત્ની સાથે લગ્ન પહેલા આડા સબંધ હતા. તે હાલમાં પણ કેમ ચાલુ રાખે છે. તેમ જણાવતા પુત્રએ કિશન વસાવાની પત્ની વર્ષા સાથે કોઇ પણ સબંધ ન હોવાનું જણાવ્યુ હતું.

માથાના ભાગે સપાટો મારી દેતા તે નીચે પડી ગયા હતા

તેઓના પિતા જમીને કિશન વસાવાના ઘરે જતાં તે પરત લાવ્યો હતો. જે બાદ ફરી તેઓ સમજાવવા ગયા હતા. તે દરમિયાન આવેશમાં આવી ગયેલા કિશન કાલીદાસ વસાવાએ નવીનભાઇ વસાવા પર લાકડી વડે તૂટી પડ્યો હતો. અને માથાના ભાગે સપાટો મારી દેતા તે નીચે પડી ગયા હતા. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...