ધરપકડ:ભરૂચમાં લાઈટ ડિઝલ ઓઈલનો સંગ્રહ કરતો એક શખ્સ ઝડપાયો

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • SOG પોલીસે 24 હજાર લીટર જથ્થો પકડી પાડ્યો

ભરૂચ જી.આઇ.ડી.સીમાં આર.કે. સ્ટીલ નામની કંપનીનો પ્લોટ નંબર 21 ભાડે રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા રાજકોટથી લાઈટ ડિઝલ ઓઈલ નામનું પ્રવાહી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરાતો હતો. જેનું પ્રોસેસીંગ કરી તેને બાયોડીઝલ તરીકે બજારમાં છુટક સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. જે અંગેની બાતમી ભરૂચ SOG ને મળતા ટીમે બાતમી વાળા સ્થળે દરોડો પાડતા એક ટેન્કર જવલનશીલ પ્રવાહીનો જથ્થો ખાલી કરતા ઝડપાયું હતું.

પોલીસે શેડમાં તપાસ કરતા ફાયર સેફટીના સાધનો વગર કારોબાર કરવામાં આવતો હોવાની હકીકત બહાર આવી હતી. બાયોડિઝલના આ બે નંબરી વેપલામાં રાજકોટના વજુ નાનજીભાઈ ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એકતા એન્ટરપ્રાઇઝના માલીક મુનાફ રહિમભાઈ મેમણ રહે. સુરતને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે સ્થળ પરથી જવલનશીલ પ્રવાહી 24000 લિટર કિંમત રૂપિયા 13 લાખ અને ટેન્કર મળી કુલ રૂપિયા 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...