તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:છોટા ઉદેપુરનો શખ્સ ગાંજા સાથે ભરૂચમાંથી ઝડપાયો

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત

ભરૂચની નર્મદા ચોકડી પાસેથી છોટા ઉદેપુરના એક શખ્સને એસઓજીની ટીમે 2 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેણે મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાની કબુલાત કરી હતી.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં ભરૂચ નર્મદા ચોકડી પર ક્રિમ કલરનું લાલ કાળી ડિઝાઇનવાળું શર્ટ તેમજ વાદળી કલરનું જિન્સ પેન્ટ પહેરેલ એક શખ્સ તેની પાસેથી સ્કૂલ બેગમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દોડી જઇ વર્ણનવાળા શખ્સની અટકાયત કરી પુછપરછ કરતાં તેનું નામ સુરેશ શનિયા નાયકા ( રહે. મીઠી બોર, તા.જી. છોટાઉદેપુર) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેની બેગની તલાશી લેતાં તેમાંથી 2 કિલો 86 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, તેણે મધ્યપ્રદેશથી એક શખ્સ પાસેથી 10 રૂપિયે કિલોના ભાવે ગાંજો વેચાતો લાવ્યો હતો. જોકે તેણે ભરૂચમાં ગાંજો કોને આપવાનો હતો તેની વિગત આપી ન હતી. જેથી પોલીસે ગુનો નોંધી રિમાન્ડની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...