તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હથિયારોની હેરાફેરી:ભરૂચમાંથી એક શખ્સ 2 દેશી પિસ્ટલ, 19 જીવતા કારતૂસ સાથે ઝડપાયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમોદમાં રહેતા આરોપીનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જાણવા દિલ્લી અને પટનામાં તપાસ

ભરૂચ LCB એ દેરોલ ચોકડીથી ટ્રાવેલ બેગમાં 2 દેશી પિસ્તોલ, 19 જીવતા કાર્ટિઝ અને 2 ખાલી મેગ્ઝીન, 3 મોબાઈલ સાથે હાલ આમોદના ભીમપુરા અને મૂળ દિલ્હી તેમજ પટનાના મહોમદ સેરાજ અંસારીને ઝડપી પાડ્યો છે.

તાજેતરમાં સાયખા જીઆઇડીસીમાં અંગત અદાવતે બિહારથી પિસ્તોલ લાવી જ્યૂબીલન્ટ કંપનીના ટેક્નિશયનની હત્યા કરાઈ હતી. ગેરકાયદે હથિયારો અન્ય પ્રાંતમાંથી જિલ્લામાં ઘુસાડી ગુનાહિત ઘટનાઓને અપાતા અંજામ ઉપર નજર રાખવા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી LCB, SOG અને જિલ્લા પોલીસ સક્રિય થઈ હતી.

દરમિયાન LCB ની ટીમને મળેલી બાતમીના આધારે PI જે.એન.ઝાલા, PSI પી.એસ. બરંડા, એ.એસ.ચૌહાણ, વાય.જી. ગઢવી, બાલુભાઈ, ગણપતસિંહની ટીમે દેરોલ ચોકડી ઉપરથી એક આરોપીને ટ્રાવેલબેગમાં રહેલા હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યો છે. ટેલરિંગ કામ સાથે સંકળાયેલો મોહંમદ સેરાજ અનવર ઉર્ફે સીરાજ મંજોર આલમ અંસારી હાલ આમોડના ભીમપુરમાં એકતાગ્રીન સોસાયટીમાં રહે છે.

મૂળ સુભાષ માર્કેટ કોટલા મુબારકપુર, દિલ્હી અને મુસ્લિમ રાઘવપુર, પટના રહેતો મોહંમદ અંસારી પટનાથી દેશી બનાવટની 2 પિસ્તોલ, 2 ખાલી મેગજીન, 7.65 MM ના જીવતા 19 કાર્તિઝ સાથે 3 મોબાઈલ મળી કુલ ₹ 61610 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ આરોપી આર્થિક લાભ માટે હથિયાર વેચવા લાવ્યો હોવાની કેફિયત બયાન કરી રહ્યો છે. જોકે આરોપી 2 વર્ષ મલેશિયા સહિત દેશમાં અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરો ચુક્યો હોય ત્યારે LCB દિલ્હી અને પટનામાં તેનો ક્રિમિનલ રેકર્ડ તપાસી રહી છે.સાથે જ આ હથિયારો ક્યાંથી કોની પાસેથી ખરીદી ભરૂચમાં ક્યાં આપવાના હતા અને સીરાજે અગાઉ પણ હથિયારોની હેરફેર કરી છે કે નહીં તેની તપાસ ચલવાઈ રહી છે.

આરોપી 2 વર્ષ મલેશિયા રહી આવ્યો હતો
એલસીબીના હાથે ઝડપાયેલાં મોહમદ સેરાજ અનવર ઉર્ફે સિરાજ મંજોર અંસારીનો ભાઇ રોજગારી અર્થે સાઉદી ગયો હતો. જ્યારે મોહમદ સેરાજે દિલ્હીમાં ટેલરિંગનું કામ શિખ્યા બાદ તે બે વર્ષ મલેશિયા પણ રહીને આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં તેનું માત્ર ટેલરિંગનું જ કામ હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આમોદમાં રહી તે શું કામ ધંધો કરતો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

ભાડૂઆત અંગેનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હોય તો મકાન માલિક સામે પણ કાર્યવાહી કરાશે
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહત હોઇ અન્ય રાજ્યમાંથી આવતાં લોકો પૈકી કેટલાંક ગુનાઇત ભુતકાળ ધરાવતાં હોવાની પણ શક્યતાઓ હોય છે. જેના કારણે કોઇને પણ મકાન ભાડેથી આપતાં પહેલાં તેનું પોલીસ વેરિફિકેશ કરાવવું જરૂરી હોય છે. ત્યારે આ કિસ્સામાં જો મોહમદ સેરાજના મકાન માલિકે તેનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું નહોય તો તેની સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...