મહામેળાનું આયોજન:ભરૂચના પંડિત ઓમકાર નાથ હોલ ખાતે પોસ્ટ ઓફિસ દ્વારા મહામેળાનું આયોજન કરાયું

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં નાની બચત યોજનાઓ માટે લોકો ટપાલ ખાતાને પસંદ કરે છે જેને લઇ ભરૂચના પંડિત ઓમકાર નાથ હોલ ખાતે ડાક મહાધ્યક્ષ દક્ષિણ ગુજરાત ક્ષેત્ર વડોદરાના પ્રીતિ અગ્રવાલના અધ્યક્ષતામાં મહા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાતા ધારકો અને નવા ધારકોને ડાકઘરની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નવા ખાતા ખાતા ધારકો તેમજ સુકન્યા યોજનાના લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ મહા મેળો તારીખ-૯મીથી 23 તારીખ સુધી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસો પર આયોજન કરી લાભ આપવામાં આવનાર છે આ મેળામાં ભરૂચ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન આર બી ઠાકોર, પ્રતિ અગ્રવાલ,પોસ્ટ વિભાગના કર્મચારીગણ અને પોસ્ટ ઓફિસના ખાતા તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...