ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ:ભરૂચમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઈ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીઓને લઈ જિલ્લા સ્તરે વહીવટી તેમજ પોલીસ તંત્રનો બેઠકોનો દોર શરૂ
  • કલેક્ટરે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી વિચાર-વિમર્શ કરી માર્ગદર્શન પુરુ પાડયું

ભરૂચમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ રાજ્યના ચૂંટણી પંચે શાસક, અન્ય રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોને અનુસરવાની આચારસંહિતાની માહિતી જારી કરી છે ત્યાં હવે ચૂંટણીઓને લઈ જિલ્લા સ્તરે પણ વહીવટી તેમજ પોલીસ તંત્રનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

ભરૂચ જિલ્લામાં આગામી યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય એ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી વિચાર-વિમર્શ કરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, તેમજ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...