રંગોળી:ભરૂચમાં રહેતી ગૃહિણીએ તબીબો અને નર્સોનો આભાર માનતી રંગોળી બનાવી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં તબીબો અને નર્સોમાં સાચા ભગવાન જોયા હોવાનું રંગોળીના રંગોથી વર્ણવી આરોગ્ય યોદ્ધાઓનો આભાર વ્યક્ત કર્યો

ભરૂચમાં રહેતી ગૃહિણીએ કોરોનામાં સારી કામગીરી કરનારા તબીબો અને નર્સોનો આભાર માનતી રંગોળી બનાવી હતી. પ્રકાશના પર્વ દીપાવલીના તહેવારોની સોમવારે રમાં એકાદશીથી શરૂઆત થઇ ગઇ છે.

દીપાવલીના તહેવારોમાં આંગણે આવતા આગનતુકોને આવકારવા રંગોળી બનાવવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેરના જુના બજારમાં ઓમકાર રેસિડેન્સીમાં રહેતા અનિતા ઉત્તપલ દેસાઈએ પોતાના ઘરે 3 થી 4 ફૂટની રંગોળી બનાવી હતી. તેઓએ રંગોળી થકી કોરોના કાળમાં સારી કામગીરી કરનારા તબીબો અને આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ કોરોનામાં તબીબો અને નર્સોમાં સાચા ભગવાન જોયા હોવાનું રંગોળીના રંગોથી વર્ણવી આરોગ્ય યોદ્ધાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...