તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:અંકલેશ્વરના અમરતપુરા ગામની સીમમાંથી ધડ માથા વગરનો મૃતદેહ મળી આવ્યો

ભરૂચ25 દિવસ પહેલા
  • કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું
  • મૃતક શખ્સનું ધડ-માથું નહીં મળતાં તે શોધવા પોલીસે આસપાસના ખેતરો ખૂંધ્યા : યુવાનની ઓળખ વિના તપાસ અટવાઇ

અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી એક ધડ માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મૃતદેહ કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું હોવાની જાણકારી મળી રહી છે.

અંકલેશ્વર તાલુકાના અમરત પુરા ગામની સીમમાં આજે પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવ્યા હતા. ધડ માથા વગરના મૃતદેહ અંગે સ્થાનિક રહીશોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પ્રત્યક્ષ દર્શીના જણાવ્યા અનુસાર કોઈ એક રિક્ષા ચાલક આ પ્લાસ્ટીકની બેગ અહી ફેંકી ગયો હતો જેમાંથી આ મૃતદેહ નીકળ્યો હતો. કોઈ ઇસમો દ્વારા ક્રુરતા પૂર્વક આ અજાણ્યા વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી અને તેના અંગો કાપીને ફેંકી દેવાયા હતા. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો છે અને પ્રત્યક્ષ દર્શિની પુછતાછ કરી આ અંગો અહી કોણ ફેંકી ગયું હતું તે અંગેની તપાસ હાથ ધરી છે.

મૃતકનું ધડ-માથુ મળે તો ઓળખ શક્ય બનશે
અમૃતપુરા ગામ પાસેના નાળામાં જે માનવ અવશેષો મળ્યા છે તેમાં હાથ અને પગ નો ભાગ મળ્યો છે. તેનું ધડ અને માથું મળ્યું નથી જેથી ઓળખ થઇ નથી. હાલમાં તેના ધડ અને માથાની શોધખોળ ચાલી રહી છે. તેમજ પ્રાથમિક હાઇવા ચાલાકની ફરિયાદ આધારે રીક્ષા ચાલક તેમજ અંદર બેસેલી મહિલાઓની શોધખોળ શરૂ કરી છે. - ચિરાગ દેસાઈ,ડીવાયએસપી, અંકલેશ્વર

​​​​​​​મિરરમાં યુગલની કરતૂત જોતા શંકા ગઇ
હું અને રાહુલ અમે રેતી ભરવા જતા હતા ત્યારે નાળા પાસે રિક્ષા ઉભી હતી. આગળ વધતા રિક્ષામાંથી બે બેગ રોડ સાઈડ પર નાખતાં હોવાનું મેં રિયર મિરરમાં જોયું હતું. જેથી મેં ગાડી ઉભી રાખી દીધી હતી અને નીચે ઉતરતા રિક્ષા યુ ટર્ન મારી ત્યાંથી જતી રહી હતી.મેં ગામના ભુરાભાઇને જાણ કરતા તેઓ આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. રીક્ષામાં ડ્રાઇવર ઉપરાંત 2 મહિલાઓ હતી.> રોહન વસાવા, પ્રત્યક્ષદર્શી.

નાળા પાસે અલગ અલગ દિશામાં 2 બેગ મળી
પોલીસે ઘટના સ્થળે દોડી આવી નાળાની બાજુમાં આવેલી ઝાડીઓમાં તપાસ કરતાં પહેલાં એક બેગ મળી હતી. જેમાં માનવ શરીરના ટુકડા મળ્યાં બાદ ટીમે આસપાસના વિસ્તારમાં પણ શોધતાં રોડની બીજી તરફ પણ અન્ય એક બેગ મળી હતી. તેમાં પણ શરીરના ભાગ મળી આવતાં હત્યારાઓએ તેના શરીરના અલગ અલગ ટુકડાં કરી અલગ અલગ બેગમાં ભરી ફેંક્યાં હોવાનું જણાયું હતું.

રોડ પરના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત
સવારના 11 વાગ્યાના અરસામાં રાહૂલ વસાવાએ રિક્ષામાં આવેલી બે મહિલાઓ સહિત ત્રણ જણાને માનવ શરીરના ટુકડાં ભરેલી બેગો ફેંકતાં જોયાં હતાં. જેના પગલે પોલીસે તે રોડ પર આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. જેથી કે રિક્ષાનો નંબર મળે તો તેના આધારે આરોપીઓના સગડ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...