તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાગરાના સડથલા-ખોજબલ ગામ વચ્ચે પુરુષની અર્ધબળેલી લાશ મળી

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગળે ટૂંપો આપી હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવવાનો પ્રયાસ
  • વાગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી

વાગરા તાલુકાના સડથલા અને ખોજબલ ગામની વચ્ચે શનિવારે સાંજના એક યુવાનની લાશ બાવળની ઝાડીમાં હોવાની માહિતી મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હત્યાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા હતા.

પ્રાથમિક દ્રષ્ટિએ યુવકને નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાશ કરવાના ઇરાદે લાશને હત્યારાઓએ સળગાવવાનો પ્રયત્નો કર્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, અર્ધ બળેલ લાશની હજુ સુધી કોઈ જ ઓળખ નહિ થતા લાશ કોની છે એ બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

અર્ધ બળેલી હાલતમાં મળેલી લાશને પોલીસે પી.એમ.અર્થે વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળે જંબુસર પી.આઈ,વાગરા પી.એસ.આઈ.તપાસમાં જોડાયા હતા. વાગરા પોલીસે ડોગ સ્કવોડને બોલાવી 302 અને 201 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...