ભાસ્કર વિશેષ:મોસદા ગામે એક સમયે કચરા-ગંદકીથી ખદબદતી જગ્યામાં હવે નમો વડ વન નામનું ગાર્ડન બનશે

ચીકદા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડીયાપાડા ખાતે વનવિભાગ દ્વારા વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્રની કામગીરી પુરજોશમાં

રાજ્યના આદિવાસી ક્ષેત્રોમાં વાંસ કલાના કારીગરોને તાલીમ, પ્રોત્સાહન તેમજ સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્રની તડામાર તૈયારીઓ ડેડીયાપાડા ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. ડેડીયાપાડા મોસદા રોડ પર આવેલી વન વિભાગના કેમ્પસમાં વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્રના બાંધકામની કામગીરી હાલ ચાલી રહી છે. વર્કશોપમાં વાંસ કલાના સ્થાનિક કારીગરોને વાંસ આધારિત કૃતિઓ બનાવવાની તાલીમ આપવામાં આવશે. હાલ વન વિભાગ દ્વારા દિવસ રાત મહેનત કરી આ પ્રોજેક્ટ આખરી ઓપ આપી અપાય રહ્યો છે.

અહીં બનનાર ‘ નમો વડ વન ‘માં 50 થી વધુ વડના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. નમો વડ વન રાજ્યના 33 જિલ્લાઓમાં સ્થપાશે અને પ્રત્યેક વનમાં વડના વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આપણને સ્વચ્છ પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધુ છે. વધુને વધુ વૃક્ષો વાવીને કુદરતી પ્રાણવાયુ મેળવવા તેમજ વડના વૃક્ષ જેવા અક્ષયવૃક્ષથી સ્વચ્છ કુદરતી ઓક્સિજન પ્રાપ્ત કરવા આ વન મહોત્સવો અને હરિયાળી ક્રાંતિ ઉપયુકત બન્યા છે. વડના વૃક્ષનો આપણા પુરાણોમાં પણ મહત્વપૂર્ણ ઉલ્લેખ છે. એટલું જ નહીં, વટવૃક્ષની ઉપયોગિતા અને માનવજીવનમાં તેના ઉપકારોને પરિણામે વડને રાષ્ટ્રિય વૃક્ષ ગણવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...