કાર્યક્રમ:ચીકદા PHC કેન્દ્ર ખાતે વિનામૂલ્યે PCV વેક્સિનેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

ચીકદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુલકાંઓને ન્યૂમોનિયા-મગજના તાવ સામે ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનનું સુરક્ષા કવચ મળશે

ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ બુધવાર તારીખ 20 ઓકટોબરથી આરંભાયો હતો..જેમાં ડેડીયાપાડા તાલુકાની ચીકદા પી.એચ.સી કેન્દ્ર ખાતે PCV વેકસીનેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકને જન્મના 6 અઠવાડિયે આ વેકસીનનો પહેલો ડોઝ, 14 અઠવાડિયે બીજો ડોઝ અને 9 મહિના બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ વેકસીનનો આપવામાં આવશે.

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેકસીન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે અપાશે. રૂપિયા 3 હજારથી 4500 ની કિંમતે મળતી આ વેકસીન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા વિનામૂલ્યે લાભાર્થી બાળકોને આપવામાં આવશે.

અઠવાડિયાના દર મંગળવારે વેક્સિનેશન કરવામાં આવશે
રાજ્ય સરકાર તરફથી બાળકો માટે નવી વેક્સીન લોન્ચ કરવામાં આવી છે. નાના બાળકોને જે દર મંગળવારે રસીકરણ કરવામાં આવે છે તેમાં આ રસીનો સમાવેશ થાય છે. બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આ વેક્સીન આરોગ્ય સુરક્ષા કવચ આપશે. કોરોના સામેના રસીકરણ ઝુંબેશ અભિયાનમાં બીજો ડોઝ સમયસર લેવો જોઈયે. > ઝીનલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, ડેડિયાપાડા.

અન્ય સમાચારો પણ છે...