મોટી જાનહાનિ ટળી:ઝાડેશ્વરના કોઠી ફળિયામાં શ્રમજીવીઓના 15 ઝૂપડાંમાં રહસ્યમય સંજોગોમાં આગ

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાડેશ્વર ગામમાં આવેલાં કોઠી ફળિયા નજીક 35થી વધુ શ્રમજીવીઓ પડાવ નાંખી રહેતાં હતાં
  • શ્રમજીવીઓ​​​​​​​ વહેલી સવારથી ગાર્બેજ કલેક્શનનું કામ કરવાં નિકળી ગયાં હોઇ કોઇ જાનહાિન નહીં

ઝાડેશ્વર ગામના કોઠી ફળિયા પાસે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતાં શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આજે મંગળવારે સવારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગે એક બાદ એક 35થી વધુ ઝૂપડાઓ પૈકી 15થી વધુ ઝૂપડાંને ચપેટમાં લઇ લીધાં હતાં. ઘટનાની જાણ થતાં ભરૂચ પાલિકાના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘરવખરીનો તમામ સમાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવાની ઘટના પહેલાં જ શ્રમજીવીઓ તેમની ફરજ પર જવા નિકળી ગયાં હોઇ કોઇને જાનહાની થઇ ન હતી.

ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં ચાલતી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટમાં કામ કરતાં શ્રમજીવીઓના 35થી વધુ પરિવારો ઝાડેશ્વર ગામના કોઠી ફળિયા વિસ્તારમાં ઝૂપડાં બાંધી વસવાટ કરે છે. દરમિયાનમાં આજે મંગળવારે શ્રમજીવીઓ સવારના સમયે નિત્યક્રમ મુજબ પાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી માટે નિકળી ગયાં હતાં. અરસામાં કોઇ કારણસર ઝૂપડાઓમાં આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળરૂપ ધારણ કરતાં તે પૈકીના એક બાદ એક એમ 15થી વધુ ઝૂપડાઓમાં આગ પ્રસરી ગઇ હતી. જોકે, ડોર ટુ ડોરના શ્રમજીવીઓએ ઘટના અંગે કોઇ જાણ ન હતી.

જે બાદમાં તેમને જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. બીજી તરફ નજીકના વિસ્તારમાં જ રહેતાં અરવિંદ પુના વસાવા નામના એક શખ્સે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. ટીમે માત્ર અડધા જ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

તમામ શ્રમજીવીઓ તેમની ફરજ પર હોઇ જાનહાનિ ટળી
અમારા કોન્ટ્રાક્ટમાં કામ કરતાં શ્રમજીવી પરિવારો કોઠી ફળિયા પાસે પડાવ નાંખીને રહે છે. તેઓ આજે કામ પર ગયાં હતાં. ત્યારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં કોઇ ન હોવાને કારણે જાનહાની ટળી હતી. જોકે, તેમનો તમામ સરસામાન બળીને ખાખ થઇ ગયો છે.- ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટર.

આસપાસના લોકોએ દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો
ઝૂપડામાં આગ લાગતાં તેની લપેટો ઉંચે સુધી ઉડવા સાથે ધુમાડા થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી તેમણે તુરંત એક્શનમાં આવીપાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુને વધુ વિકરાળ બની રહી હતી. જોકે, બાદમાં ફાયર બ્રિગેડની ટીમે આગમાં કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...