ચાલુ ટ્રકમાં આગ:ભરૂચ હાઈવે પર ટોલ ટેક્ષ પાસે અચાનક ટ્રકની કેબીનમાં આગ ભભૂકી, સદભાગ્યે જાનહાનિ ટળી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાં આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન
  • આગને પગલે ટ્રક ચાલક સમયસુચકતા વાપરી નીચે ઉતરી ગયો
  • ભરૂચ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો

ભરૂચ હાઇવે ઉપર ટોલ ટેક્ષ પાસે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના હાઇવે ઉપર ટ્રક ચાલક ઝઘડિયાથી ભરૂચ બાજુ આવી રહ્યો હતો. તે દરમિયાન ટોલ ટેક્ષ પાસે અચાનક ટ્રકની કેબીનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ટ્રક ચાલક સમયસુચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો અને જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગની ઘટનાને પગલે રાહદારીઓએ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...