તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ શહેરના બિગબજાર પાછળના ભાગે આવેલા મારૂ ફળિયામાં રાત્રીનાં સમયે ઓચિંતો ગેસના બોટલની પાઇપમાં લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતા જ ફળિયામાં દોડધામ મચતા પાલિકાના ફાયર ફાયટરોએ દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ભરૂચના શહેરમાં બિગ બજારના પાછળના ભાગે મારૂં ફળિયું આવેલું છે.જેમાં મંજુ વસાવા પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ મવારના રોજ પોતાના મકાનમાં જમવા બનાવી રહ્યા હતા, અચાનક ગેસના બોટલની પાઇપમાં લોકેજ થતા જ આગ ફાટી નીકળતા મંજુબેન પરિવાર સાથે બહાર દોડી આવ્યા હતાં.
જોકે આગમાં ઘર વકરીનો સમાન આવી જતા આગના ગોટે ગોટા નીકળતા ફળિયામાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ પાલિકાના લાશ્કરોને કરવામાં આવતા ટીમે ઘટના સ્થળ ઉપર દોડી આવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.આગમાં ઘર વખરીનો સમાન બળીને રાખ થઈ જતા મકાન માલિકને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.