તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભરૂચ કેબલ બ્રિજમાં ચાલતી આઈસરમાં આગ આગ લાગતા બ્રિજ બંધ કરાયો,વાહનોની 3 કિલોમીટર લાંબી લાઈનો લાગી

ભરૂચ5 મહિનો પહેલા
કેબલ બ્રિજ આઈસર ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી. - Divya Bhaskar
કેબલ બ્રિજ આઈસર ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી.
  • આઈસરમાં આગ લાગયા બાદ ચાલકની નજર પડતા તાત્કાલિક ઉતરી પડતા આબાદ બચાવ થયો

ભરૂચ-અંકલેશ્વર ને જોડતા કેબલ બ્રિજ ઉપર ઉપરથી પૂઠા ભરેલી પસાર થઈ રહેલી આઈસર-ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જોકે થોડો સમય માટે પોલીસે સ્થળ પર દોડી આવી અંકલેશ્વર તરફનો વાહન વ્યવહાર બંધ કર્યો હતો. વાહન વ્યવહાર બંધ કરાતા વાહનોની 3 કિલો મીટર લાંબી લાઈનો લાગી હતી.

ટેમ્પો આગમાં લાગતા બળીને ખાક થઈ ગયો હતો.
ટેમ્પો આગમાં લાગતા બળીને ખાક થઈ ગયો હતો.

પૂઠા ભરેલા આઈસરમાં આગ લાગી
બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ભરૂચને જોડતો કેબલ બ્રિજ ઉપર અંકલેશ્વર તરફથી ઉઠાવી આવતો ટ્રક કેબલ બ્રિજ ઉપરથી આઇસર ટેમ્પા નંબર જીજે 16 ઝેડ 9507 પુઠા ભરેલા ટેમ્પામાં લાગી આગ લાગી હતી જેના પગલે ટેમ્પા ચાલકે સમય સુચકતા વાપરી ટેમ્પામાંથી ઉતરી ગયો હતો જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પૂઠા બળીને ખાખ થઇ ગયા હતા આગની જાણ ફાયર ફાઈટરની કરવામાં આવતા ફાયર બંબાઓએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા જોકે ટેમ્પામા આગની ઘટનાને પગલે અંકલેશ્વર તરફથી આવતો વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી હતી

સદનસીબે ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.
સદનસીબે ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.

કરજણ પૂઠા લઈ જવાતા હતા
ટેમ્પામાં આગ લાગી તે ટેમ્પો કરજણ પાસે આવેલી કંપનીમાં પૂઠા લઇ જવાતા હોવાની માહિતી સાંપડી રહી છે ત્યારે એક મહિનાના ટૂંકા ગાળામાં પણ વાહનમાં આગ લાગવાની આ બીજી ઘટના નોંધાય હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો