તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર ચાની કેન્ટીનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

ભરૂચ5 મહિનો પહેલા
આગના કારણે ચાની કેન્ટીનમાં નુકસાન થયું. - Divya Bhaskar
આગના કારણે ચાની કેન્ટીનમાં નુકસાન થયું.
  • ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આઈનોકસ થિયેટરની સામે આવેલી ચાની કેન્ટીનમાં રાત્રીના આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકાના લાશ્કરોએ ઘટના સ્થળ ઉપર દોડી આવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ફટાકડાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે કોઈ જાનહાનિ થવા પામી નથી.

આગની ઘટનાથી સ્ટોલમાં ઊંઘી રહેલાઓમાં દોડધામ મચી
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર ચાની કેન્ટીનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં આસપાસના અન્ય સ્ટોલ પણ ઝપેટમાં આવ્યા હતા. આગની ઘટનાથી સ્ટોલમાં ઊંઘી રહેલાઓમાં દોડધામ મચી હતી. ચાની કેન્ટીનમાં આગની ઘટના પગલે આસપાસના વેપારીઓના પણ ડેરાતંબુ ઝપેટમાં આવી ગયા હતા. જેથી ડેરા તંબુમાં રહેલો માલને સુરક્ષિત ખસેડવા લોકોએ દોડધામ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો