તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Fire Broke Out In A Rajput Hostel In Bharuch Due To A Short Circuit, The Fire Was Brought Under Control; The Goods Left In The Storeroom Were Burnt To Ashes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભરૂચના રાજપૂત છાત્રાલયમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી, આગ ઉપર કાબુ મેળવાયો; સ્ટોરરૂમમાં મુકેલો સામાન બળીને ખાખ થઇ ગયો

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજપૂત છાત્રાલયમાં લાગેલી આગ ઓલવવા લાશ્કરો દોડી આવ્યાં. - Divya Bhaskar
રાજપૂત છાત્રાલયમાં લાગેલી આગ ઓલવવા લાશ્કરો દોડી આવ્યાં.

ભરૂચનાં રાજપૂત છાત્રાલયમાં મંગળવારના રાત્રીએ શોર્ટ સર્કિટના કારણે સ્ટોર રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતા લાશ્કરો ઘટના સ્થળ ઉપર દોડી આવીને ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં સ્ટોરરૂમમાં મુકેલા અંદાજિત 50 ગાદલો બળીને ખાખ થઈ ગયો હતો.જયારે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

બનાવની મળતી માહીતી મુજબ,ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં રાજપૂત છાત્રાલય આવેલું છે. જેમાં મંગળવારના રાત્રીના અંદાજિત 10 વાગ્યાના આરસામાં છાત્રાલયમાં આવેલા વાઘેલા હોલના સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.આગ લાગવાની જાણ થતા જ સંસ્થાના સંચાલકો સહીતના આગેવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા.પરંતુ સ્ટોરરૂમમાં 50 નંગ જેટલા ગાદલા અને જૂનો સમાન મુક્યો હોવાથી આગે વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું. લાશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગમાં સ્ટોરરૂમમાં મુકેલો સમાન બળીને ખાખ થઈ જતા સંસ્થાને આર્થિક નુકશાન થયું હતું.જોકે બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો