ચાલુ વાનમાં આગ ભભૂકી:ભરૂચના સિવીલ રોડ ઉપર મારૂતિ વાનમાં આગ લાગી, ચાલક સમયસુચકતા વાપરી ઉતરી જતાં જાનહાનિ ટળી

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ પાલિકાના ફાયર ફાયટરોએ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો
  • કારમાંથી ધુમાડો નીકળતાં અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી
  • શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

ભરૂચના સિવિલ રોડ ઉપર મારૂતિ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે ચાલકે સમયસુચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

આજે બુધવારના રોજ મારૂતિ વાન જી.જે.16.બી.બી.3120નો ચાલક ભરૂચના સિવિલ રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન કારમાં અચાનક ધુમાડા નીકળતાં ચાલકે સમયસુચકતા વાપરી ગાડી થોભાવી દીધી હતી અને નીચે ઉતરી ગયો હતો. કારમાંથી ધુમાડો નીકળતાં અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

આગને પગલે રાહદારીઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં જ ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...