તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો બને છે. ત્યારે આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટેગોટા નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં પાંચ જેટલા ફાયરફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
કાચની વસ્તુઓ બનાવતી કંપનીના વેર હાઉસમાં આગ લાગી
બનાવની જાણ થતાની સાથે જ પાંચ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. કાચની વસ્તુઓ બનાવતી કંપનીના વેર હાઉસમાં આગ લાગી હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ દોડી આવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ ચલાવવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.