તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Ankleshwar, A Female Customer Stole Another Customer's Jewelery Worth Rs 2 Lakh From A Jewelers' Shop, The Incident Was Captured On CCTV.

ચોરી:અંકલેશ્વરમાં જવેલર્સની દુકાનમાં એક મહિલા ગ્રાહકે અન્ય ગ્રાહકના 2 લાખના દાગીનાની ચોરી કરી, ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચ6 મહિનો પહેલા
જ્વેલર્સની દુકાનમાં એક ગ્રાહકે અન્ય ગ્રાહકના દાગીનાની ચોરી કરી
  • પોલીસે સીસીટીવીના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલી મારૂતિ જ્વેલર્સ નામની દુકાનમાંથી એક ગ્રાહકના દાગીનાની અન્ય ગ્રાહકે ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ચોરીની ઘટના સીસીટીવીમાં નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ઇકરા સ્કૂલ પાસે આવેલ શાહીન પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલ રહીમ ઈનુલ્લાહ મનિહારને રૂપિયાની જરૂર હૉય એક મહિના પહેલા અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ મારુતિ જ્વેલર્સમાં પોતાની પત્નીની સોનાની ચાર બંગડી ગીરવે મૂકવા ગયા હતા. જે બાદ તેઓ ગતરોજ રૂપિયાની સગવડ થતાં પોતાના ગીરવે મુકેલ દાગીના છોડાવવા ગયા હતા. જ્યાં તેઓએ સોનીને રૂપિયા આપી ઘરેણાં પરત લઈ થેલીમાં મૂક્યા હતા.

દંપતીની નજર ચુકવી મહિલાઓ ચોરીને અંજામ આપ્યો

દંપતી પોતાની સોનાની બંગડી થેલીમાં રાખી દુકાનમાં બેઠા હતા ત્યારે જ એક મહિલા દંપતીની બાજુમાં આવી બેસી ગઈ હતી. દંપતીને કે વેપારીને શંકા ના જાય તે રીતે મહિલાએ ચાલાકીપૂર્વક થેલીમાંથી સોનાની બંગડી સેરવી લીધી હતી. બાદમાં ત્યાંથી નીકળી ગઈ હતી. તો બીજી તરફ ભોગ બનનાર મહિલાએ દુકાનમાંથી બહાર નીકળતી વખતે તેની થેલીમાં તપાસ કરી તો સોનાની બંગડીઓ ગાયબ હતી. બાદમાં વેપારીએ સીસીટીવીની તપાસ કરી તો ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...