લૂંટનો નિષ્ફળ પ્રયાસ:અંકલેશ્વરના મેઘા શો રૂમ નજીક નાંદોદ તાલુકાના કોંદ્રોજ ગામના ખેડૂતે લૂંટની ઘટનાને નિષ્ફળ બનાવી, એક લૂંટારુ ઝડપાયો

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે લૂંટારુ ફરાર થવામાં સફળ રહેતા પોલીસ શોધખોળ હાથ ધરી

અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર પ્રતિન ચોકડીથી થોડે અંતરે આવેલ મેઘા શો રૂમ નજીક મોપેડ પર આવેલ ત્રણ ઇસમો પૈકી એક લૂંટારુ ખેડૂતના ખિસ્સામાંથી રૂપિયા 39 હજાર લૂંટ ચલાવી ભાગવા જતાં ખેડૂતે તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો જ્યારે અન્ય બે લૂંટારુ ફરાર થઈ ગયા હતા.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કોંદ્રોજ ગામના પટેલ ફળિયામાં રહેતા રાજેશ કાંતિભાઈ પટેલ પોતાના સંબંધી સાથે ફોર વ્હીલ ગાડીની સર્વિસ માટે અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર પ્રતિન ચોકડીથી થોડે અંતરે આવેલ મેઘા શો રૂમમાં આવ્યા હતા. તેઓએ ગાડી સર્વિસમાં મૂકી જમવા માટે શો રૂમની બહાર નીકળ્યા હતા તે દરમિયાન માર્ગ ઉપર થોડે દૂર મોપેડ પર આવેલ ત્રણ ઇસમોએ તેઓ પાસે મોપડ લાવી અડાડી તેઓને ધક્કો મારી રાજેશ પટેલના ખિસ્સા ત્રણ પૈકી એક લુટારુએ રૂપિયા 39 હજાર કાઢી ભાગવા જતાં ખેડૂતે સાવચેતી વાપરી તેનો હાથ પકડી લીધો હતો.

જયારે અન્ય બે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલને ખેડૂતે અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં તે સુરતના રાંદેર માત્ર દરવાજા ખ્વાજા નગર ઝૂપડપટ્ટી ખાતે રહેતો સઇદ નાઝીરખાન પઠાણ હોવાનું જણાવ્યુ હતુ પોલીસે તેની અટકાયત કરી અન્ય બે લુટારુઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...